સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

મોરબીને એક અલગ જ ઓળખ અપાવવાનો વિશ્વાસ વ્યકત કરતા કેન્દ્ર અને રાજયના ભાજપના નેતાઓ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩૦ : મોરબી પેટાચૂંટણી જાહેર થતાની સાથે જ મોરબી-માળીયા(મીં) ૬પ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઇ મેરજાનું નામ જાહેર થતાની સાથે જ ભાજપની આગવી ચૂંટણી રણનીતિ ઘડી કાઢવા અને માઇક્રો પ્લાનીંગ કરી વિસ્તારના છેવાડાના મતદાર સુધી પહોંચવા ચૂંટણી ઇન્ચાર્જ તરીકે નિમાયેલા મંત્રી સૌરભ પટેલ અને સહઇન્ચાર્જ આઇ.કે. જાડેજા, મોરબી જીલ્લાના પ્રભારી મેઘજીભાઇ કંજારીયા, મોરબી ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપભાઇ વાળા, ચૂંટણીની બાગડોર સંભાળતા સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના આગેવાનોએ ચોક્કસ રણનીતિના પગલે જોરશોરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં, કરાવ્યા હતાં.

ગ્રુપ મીટીંગો, ગ્રામ્ય પ્રવાસો, વોર્ડવાઇઝ પ્રચારસભાઓ, મહિલા સંમેલનો, કાર્યાલયના ઉદ્ઘાટનો, રેલીઓ સભાઓ, લોકસંપર્કો, જ્ઞાતિ સમાજ સાથે મીટીંગોનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને રણનીતિના ભાગરૂપે મોરબી-માળીયા(મીં) તાલુકાના તમામ ગામો, તમામે તમામ લોકો સુધી ભાજપ તરફી જનસમર્થન મેળવવા પુરા ઉત્સાહ સાથે જોરશોરથી કામે લાગી ગયા હતાં.

ચૂંટણી પ્રચાર અંતિમ ચરણ તરફ છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાનું કાર્યાલય આજે પણ ધમધમી રહ્યું છે અને જીલ્લાભરના આગવાનો-કાર્યકરોને માર્ગદર્શન પૂર પાડી રહ્યું છે. ઇન્ચાર્જ સૌરભભાઇ પટેલ, આઇ.કે. જાડેજા, મેઘજીભાઇ કંજારીયા તેમજ અન્ય નેતાગણ માટે મોરબી હેડ કવાર્ટર બની ગયું હોય તેમ તેઓ છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં જ રહી તમામ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.

તો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ મેયર બિનાબેન, કાશ્મીરાબેન નથવાણી પણ મોરબીમાં તમામ જ્ઞાતિ સમાજની મહિલાઓ સાથે સંમેલનો કરી રહ્યા છે. મોરબી જીલ્લા મહિલા પ્રમુખ મંજુલાબેન દેત્રોજા સહિતના મહિલા અગ્રણીઓ ભાજપ મહિલા મંડળને માર્ગદર્શન પૂરૂ પાડી વોર્ડ સંમેલનોમાં હાજરી આપવા સાથે ધડાધડ કાર્યાલયોના ઉદ્ઘાટનો કરી વધુમાં વધુ મહિલાઓ ભાજપી તરફી મતદાન કરે તે માટે અપીલ કરી રહ્યા છે.

મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડ, પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, પ્રભારી પ્રદીપભાઇ વાળા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા કે.એસ. અમૃતિયા, જયોતિસિંહ જાડેજા, ચંદુભાઇ હુંબલ, દુર્લભજીભાઇ દેથરીયા, વેલજીભાઇ પટેલ, અરવિંદ વાંસદળીયા, જીગ્નેશ કૈલા તેમજ લોકપ્રિય, સેવાભાવિ યુવા અગ્રણી અજય લોટીયા, પોત પોતાને સોંપવામાં આવેલ વિસ્તારોમાં પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. મોહનભાઇ કુંડારીયા, મગનભાઇ વડાવીયા, જયુભા જાડેજા, મણીલાલ સરડવા સહિતના આગેવાનો માળીયા(મીં) વિસ્તારમાં જનજન સુધી પહોંચવાની જવાબદારી નિભાવી રહ્યા છે. તો રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી, વાંકાનેરથી જીતુભાઇ સોમાણી, પરષોતમભાઇ સાબરીયા પણ સહિત ચૂંટણી કાર્યમાં લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, પરષોતમ રૂપાલા, મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિશાળ સભાને સંબોધન કર્યા બાદ મોરબી-માળીયા(મીં)ની પ્રજા નરેન્દ્રભાઇ, વિજયભાઇ અને મોરબીથી ચૂંટાઇને જનાર બ્રિજેશભાઇની કળીઓ જોડાશે અને તે આગામી સમયમાં મોરબીને એક આગવી જ ઓળખ અપાવવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. અંતિમ ચરણમાં શિર્ષસ્ત ભાજપી નેતાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા, યુવામોર્ચો, મહિલા મોર્ચો, જીલ્લાભરના આગેવાનો, મંડલના આગેવાનો, શકિત કેન્દ્રના ઇન્ચાર્જો તેમજ વિશાળ કાર્યકરોના કાફલા સાથે ભાજપ ઝળહળતો વિજય મેળવવા અંતિમ તબક્કાના પ્રચારમાં લાગી ગયું છે.

(3:47 pm IST)