સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ભાણવડમાં ટ્રકની કેબીન ઉપર છુપાવેલ ૬ર હજારનો દારૂ કબ્જે

ભાણવડ, તા. ૩૦ : પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના હેડ કોન્સ. પરેશભાઇ સાંજવા તથા ખીમાભાઇ કરમુરને મળેલી બાતમી મુજબ ટાટા કંપનીના એક ટ્રકમાં વિદેશી શરાબનો જથ્થો આવી રહ્યો હોઇ અહીંના ચાર પાટીયા પાસે વોચ રાખવામાં આવેલ ત્યારે ટાટા કંપનીનો ટ્રક નં.જીજે-૧૧-ડબલ્યુ-ર૮૪૯ નીકળતા શંકાને આધારે ઉભો રખાવી તલાસી લેતા ટ્રકની કેબીન ઉપર છુપાવવામાં આવેલ વિદેશી શરાબની એપીસોડ ગોલ્ડ વ્હીસ્કીની બોટલ નંગ-૧પ૬ કિ.રૂ. ૬ર,૪૦૦ મળી આવેલ જેથી હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક કિ.૭,પ૦,૦૦૦ને કબ્જે લેવામાં આવેલ. દરમ્યાન ટ્રક ડ્રાઇવર રૈયા રાસા કોડીયાતર રહે.  મેવાસા, તા. ભાણવડ નાસી છૂટવામાં સફળ રહેતા તેની શોધખોળ કરવામાં આવી રહેલ છે. આ પેટ્રોલીંગમાં સ્ટાફના એએસઆઇ એલ.એલ. ગઢવી, હેડ કોન્સ. પરેશભાઇ સાંજવા, કિશોરભાઇ નંદાણીયા, કાનાભાઇ માડમ, મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ. ખીમાભાઇ કરમુર સહિતનો સ્ટાફ જોડાયેલ.

(2:38 pm IST)