News of Friday, 30th October 2020
અમરેલી જીલ્લામાં હવે માત્ર કોરોનાના ૧૩ કેસ
અમરેલી તા.૩૦ : અમરેલી શહેર જિલ્લાભરમાં કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડા સાથે કોરોના ગ્રાફ ડાઉન થઇ રહયો છે. કોરોનાનાં ૧૩ નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કુલ કેસની સંખ્યા ર૬૬૬ થઇ છે. જયારે સારવાર લઇ રહેલા ૧૬ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી અને હાલમાં ૧૪૩ દર્દીઓ સારવારમાં છે. કોરોનાનાં દર્દીઓ ઘટતા રાહત થઇ છે.
(12:47 pm IST)