સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

૮મી નવેમ્બરથી જુનાગઢમાં ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ કલીનિકલ રીસર્ચ સેન્ટરનો શુભારંભ

ટ્રસ્ટ સંચાલિત આ એક માત્ર સૌથી રાહતદરની હોસ્પિટલ દર્દીઓ માટે આર્શિવાદરૂપ સાબિત થશેઃ બે દિવસ સુધી ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન : ડો. રાહુલ મહેતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩૦ : જુનાગઢ જોષીપરા ખલીલપુર રોડ મેઇન રોડ જીનીયસ સ્કુલની બાજુમાં આગામી તા.૮ નવેમ્બરને રવિવારના રોજ પ માળની ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ થઇ રહયો છે.

ડો.રાહુલ મહેતાએ જણાવ્યું કે ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પીટલમાં ર૪ કલાક ઇમરજન્સી સેવા રાહતભાવે દર્દીઓને આપવામાં આવશે. તેમજ આ હોસ્પીટલમાં ડો. જીજ્ઞેશ આહિર (એમ..ડી. ફિઝીશ્યન) તેમજ  ડો. રાહુલ પંડયા (એમ.ડી. પલ્જાનોલોજી) અને ડો.શશીતા શેખ (ફિઝીયોથેરાપીસ્ટ) ડો.અમિત ભુવા (એમ. એસ. સર્જન) તેમજ બાળ રોગ નિષ્ણાંત ડો.આશિષ વાછાણી ડો.અંકુર પટેલ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.આશિષ ટાંક અને ફાર્મા કોલોેજીસ્ટ એન્ડ ટોકસી કોલોજીસ્ટ ડો. રવિ બોરીસાગર સહિતના નિષ્ણાંત તબીબો આ હોસ્પીટલમાં સેવા આપશે.

આ ટ્રસ્ટના ટ્રસ્ટી  યોગેશભાઇ ડી. મહેતા અને કાંતિલાલ કે. બોરીચાંગરે જણાવ્યું હતું. આ હોસ્પીટલ દર્દીઓને રાહતભાવે સુવિધા અને સારવાર મળી રહે તેવા શુભ આશ્રય સેવાભાવથી અમો આ હોસ્પીટલનું નિર્માણ કર્યુ છે. સીસીટીવી કેમેરાથી સજજ આ બિલ્ડીંગમાં વિશ્વના આધુનિક મશીનની સુવિધા તેમજ ર૪ કલાક મેડીકલ ઓફિસર નર્સીગ સ્ટાફ ખડેપગે એક છત નીચે તમામ પ્રકારના રોગોના અનુભવી અને નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવશે.

ડો.રાહુલ વાય. મહેતાએ વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું શ્રી ચિકિત્સા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીસ્ટી હોસ્પિટલ એન્ડ કિલીનિકલ રીસર્ચ સેન્ટરના લાભાર્થે આ હોસ્પીટલના શુભારંભ તા.૮ નવેમ્બરને રવિવાર તેમજ તા.૯ને સોમવારના રોજ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું  સવારે ૯ થી બપોરે ર કલાક સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં આ હોસ્પીટલમાં સેવા આપનાર નિષ્ણાંત તબીબો દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરશે અને રાહતદરે દવા તેમજ સારવાર પણ આપશે. દિવાળીના તહેવાર દરમિયાન આ હોસ્પીટલ ચાલુ રહેશે. દર્દીઓએ નામ નોંધાવવા માટે મો.૬૩પ૯૧ ૪પ૦૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે. 

(12:45 pm IST)