સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ગુરૂવારે જેતપુર ડાઇંગ એસોસીએશનની ચૂંટણી

ર વર્ષથી અંદરો-અંદર વિખવાદ ચાલતો હોય કોઇ સ્થિર શાસન રહે તેવી કારખાનેદારોની માંગણી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૩૦:   દેશ-દેશાવરમાં ફેલાયેલ શહેરનો સાડી પ્રિન્ટીંગ ઉદ્યોગ હાલ મંદિના મોઝામાં ફસાયેલ છે. ઉપરાંત ડાઇંગ એસોસીએેશનનું નેતૃત્વ પણ કોઇ સ્થિર ન હોય કોઇ ઠોસ પગલા કે નિર્ણયો લેવાતા નથી અંદાજીત ર વર્ષમાં ચાર વખત સતાના સમીકરણો બદલાયા બે વખત તો ગર્વનીંગ બોડીએ સુકાન સંભાળેલ.

શહેરની સૌથી મોટો કરોડનું ટર્ન ઓવર ધરાવતી ઔદ્યોગિક સંસ્થા ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશનના હોદ્દેદારો માટેની ચૂંટણી આગામી તા. પ-૧૧ ના રોજ યોજાનાર હોય સીલકેશન થશે કે ઇલેકશન તેના પર બધા કારખાને દારોની મીટ મંડાઇ છે. છેલ્લા ર૦ વર્ષથી એસોસીએશનનો વહીવટ કુશળ રીતે ચાલતો પરંતુ પ્રશ્નો ઉકેલ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ ૧ વર્ષ પહેલા ઉદ્યોગપતિની ટીમે સુકાન સંભાળેલ તે પ્રદુષણનો પ્રશ્ન હલ કરવા પ્રયત્નો કરેલ પરંતુ ઘણા કારખાનેદારો સહકાર આપતા ન હોવાની રાવથી તેનેે રાજીનામું દીધેલ બાદ ગર્વનીંગ બોડીએ શાસન સંભાળેલ પરંતુ કોઇ સ્થિર આસન નહિ રહેતા તેમણ્ની બદલી ગયેલ અંદર અંદરના વિખવાદના કારણે વહીવટી તંત્ર ખાડે ગયું છે જેના કારણે ઉદ્યોગને ભોગવાનો વારો આવ્યો છે. મત-મંતાતરથી પાણીમાં પ્રદુષણ તો ત્યા નું ત્યાં જ ઉભુ છે. એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે.

એસોસીએશનમાં વાદ-વિવાદ એટલો વધી ગયો છે કે તેની મીટીંગ જાણ શહેરમાં લોકોને પહેલા થઇ જાય છે અને હોદ્દેદારોને બાદમાં ખબર પડે છે. ઉદ્યોગ સામેનો અવાર-નવાર કોઇને કોઇ પ્રશ્નો આવીને  ઉભા રહી જાય તેથી એસોસીએેશનનો વહીવટ સંભાળવો તે કાંટાળો તાજ પહેરવા બરાબર હોય કોઇ પ્રમુખ થવા તૈયાર થતું નથી હવે જોવુ રહ્યું નું કે આગામી ચૂંટણીમાં કોઇ પ્રમુખનો તાજ પહેરશે સીલેકશન થશે કે પરંપરા તોડી ઇલેકશન થશે ?.

(12:45 pm IST)