સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ચોટીલાના મોટી મોલડી શાખાના શિક્ષક તાલુકા પંચાયત કર્મચારીને વિદાયમાન અપાયું

ચોટીલા,તા.૩૦ : મોટી મોલડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બળવંતભાઇ પી. ચાવડા વય મર્યાદા ને કારણે નિવૃત થતા તેઓને ભવ્ય વિદાય આપવામાં આવેલ હતી

મોટીમોલડી  શાળાના કર્મ નિષ્ટ શિક્ષકે તેમની ૩૮ વર્ષ ની ફરજ દરમિયાન હંમેશા શાળાના બાળકોના વિકાસની પાછળ સુંદર રીતે વિતાવેલછે એજ રીતે તેમના સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે કુટુંબ તેમજ સમાજના સુંદર ઉથાન માટે વિતાવે તેવી શુભેચ્છા સાથે સન્માનપત્ર સાકર પડો તેમજ મોમેન્ટો આપી વિદાય આપવામાં આવેલ

આ પ્રસંગે ચોટીલા તાલુકાના ટી પી ઓ વિભાભાઈ રબારી, વઢવાણના ટી પી ઓ પાંચાણી, માજી કેળવણી નિરિક્ષક આર એસ ચાવડા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ મેણીયા મંત્રી સામતભાઈ પરમાર જિલ્લા એચ ટાટ આચાર્યના પ્રમુખ કિરતારસિંહ પરમાર તથા માટીમોલડી પે સે શાળાના આચાર્ય તથા શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 ચોટીલા તાલુકા પંચાયતનાં બે કર્મચારીને વિદાયમાન

ચોટીલા : ચોટીલા તાલુકા પંચાયત બાંધકામ શાખાનાં કલાર્ક અને પટ્ટા વાળા વય મર્યાદાને કારણે નિવૃત થતા સ્ટાફ પરિવાર દ્વારા સમારોહ આયોજીત કરી વિદાયમાન આપવામાં આવેલ

ચોટીલા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા મુકેશભાઇ બેલાણી, પ્યુન તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ મહેતા તેઓની વય મર્યાદા ને કારણે નિવૃત થતા સ્ટાફ પરિવારે વિદાય સમારોહ યોજેલ હતો

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તથા સ્ટાફ પરિવારે તથા તમામ શાખાના કર્મચારીઓ અને તલાટી મંત્રીઓએ મિટીંગ હોલમાં સાકર પડો અને મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ તે પ્રસંગોની તસ્વીરો.

(11:31 am IST)