સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

મોરબીના મહેન્દ્રપરાના લોકો દ્વારા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર : ભુગર્ભ ગટર સહિત પ્રશ્નો સામે રોષ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૩૦ :  મહેન્દ્રપરા વિસ્તાર વોર્ડ નં ૦૬ માં આવે છે જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ પર ફરી વળતા હોય છે અને ગંદા પાણી ઘરોમાં ઘુસી જતા હોય છે જે મામલે રહીશોએ અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી અને પ્રશ્ન જેમનો તેમ છે ચૂંટણી સમયે નેતાઓ વચન આપી બાદમાં ભૂલી જતા હોય છે અને રહીશોની સ્થિતિ જેમની તેમ જોવા મળે છે જેથી મોરબીમાં યોજાનાર પેટા ચૂંટણીનો મહેન્દ્રપરા વિસ્તારના રહીશોએ બહિષ્કાર કર્યો છે

  મહેન્દ્રપરા વિસ્તારમાં ઠેર ઠેર બેનરો લગાવાયા છે જેમાં લખવામાં આવ્યું છે કે મહેન્દ્રપરા વિસ્તાર વોર્ડ નં ૦૬ માં ભૂગર્ભ ગટરના પાણી રોડ પર આવી ગયેલ છે આવી હાલત હમણાંથી નથી પ્રશ્ન દ્યણા સમયથી છે મત માંગી અમને શરમાવશો નહિ વિસ્તારમાં ચૂંટણીનો ખુલ્લો બહિષ્કાર કરીએ છીએ જેથી કોઈએ પણ મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવી દેવાયા છે.

(11:30 am IST)