સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ભેંસાણના જુની ધારી ગુંદાળી ગામમાં સખી મંડળના સદસ્યોની નાબાર્ડ દ્વારા કાર્યશિબિર

સતર્ક ભારત -સમૃધ્ધ ભારત ભ્રષ્ટ્રાચાર વિરોધી વિચારાધારા વિશે માર્ગદર્શન અપાયું

જૂનાગઢ તા.૩૦:  ભેંસાણ તાલુકાના જુની ધારી ગુંદાળી ગામે નાબાર્ડ દ્વારા કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય સ્તરે સંચાલિત મહિલા સ્વસહાય જુથના નેતાઓ અને અન્ય સભ્યોની તાલીમ સાથે સાથે વીજીલન્સ ઇન્ડીયા કેમ્પેઇન એટલે કે,સતર્ક ભારત-સમૃધ્ધ ભારત ભ્રષ્ટ્રાચાર વિરોધી વિચારધારા વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ અભિયાનના ભાગરૂપે જૂનાગઢ નાબાર્ડ જિલ્લા મેનેજર કિરણ રાઉત,જૂનાગઢ એલ.ડી.એમ વાદ્યવાણી, આર.એસ.ઇ.ટી.આઇના ડાયરેકટર વિજયભાઇ આર્યા,નવજીવન ટ્રસ્ટના ડાયરેકટર ફાધર થોમસ એન.એલ,ફાધર થોમસ મેથ્યુ,ભેંસાણ જીએલપીસીના એ.પી.એમ દક્ષાબેન,ધારી ગુંદાળીના સરપંચ રમેશભાઇ કયાડા, માધ્યમિક શાળાના આચાર્ય કથીરીયા,નવજીવન ટ્રસ્ટના અલ્પેશભાઇ રાઠોડ તેમજ ગામના ખેડૂતો અને સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રત્યેક ઉત્ત્।મ વિચાર ઉપરથી અવિરત હોય છે. તેનું માધ્યમ શું છે તે ધ્યાનમાં લીધા વગર જ તેનો સ્વીકાર કરવો જોઇએ. અને જો તે સમૃધ્ધી તરફનો હોય તો ફકત આદર આપવા પુરતુ નથી પણ તેનો સંપુર્ણ તત્પરતાથી અમલ પણ થવો જ જોઇએ. આ જ વિચારને આગળ ધપાવવાના વિવિધ હેતુથી ભેંસાણ તાલુકાના જુની ધારી ગુંદાળી ગામે કાર્યશિબિર યોજવામાં આવી હતી.

(11:29 am IST)