સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ગીર સોમનાથ જિલ્લાના ૧૮ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂ.૫૩૬.૫૧ લાખ મંજુર

જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

પ્રભાસ પાટણ, તા.૩૦: ગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૮ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂ. ૫૩૬.૫૧ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.

ઉના તાલુકાના નાથેજ રૂ.૪.૮૧ લાખ, મેણ રૂ.૨૨.૪૦ લાખ, વરસીંગપુર રૂ.૩૮.૪૧ લાખ, નલીયા માંડવી રૂ.૨૪.૯૮ લાખ, ગીરગઢડા તાલુકાના કોદીયા રૂ.૩૭.૭૬ લાખ, કરેણી રૂ.૩૪.૨૬ લાખ, મોતીસર રૂ.૩૩.૯૯ લાખ, ઉંબરી રૂ.૩૨.૩૬ લાખ, થોરડી રૂ.૧૭.૩૩ લાખ, જૂના ઉગલા રૂ.૪૫.૧૧ લાખ, કોડીનાર તાલુકાના છાછર રૂ.૪૧.૦૪ લાખ, બાવાના પીપળવા રૂ.૧૪.૦૮ લાખ, સિંધાજ રૂ.૨૮.૭૯ લાખ, તાલાળા તાલુકાના જાવંત્રી રૂ.૪૯.૯૬ લાખ, વડાળા રૂ.૩૩.૭૪ લાખ, પીપળવા રૂ.૩૫.૫૪અ લાખ, વેરાવળ તાલુકાના માથાસુરીયા રૂ.૩૧.૭૧ લાખ, આદ્રી રૂ.૧૦.૨૪ લાખના ખર્ચે પાણી પુરૂ પાડવા માટે વહીવટી મંજુરી આપવામાં આવી હતી. તેમજ ૩૪૪૯ દ્યરોમાં નળ કનેકશન આપવામાં આવશે.

આ પ્રસંગે વાસ્મો યુનિટ મેનેજરશ્રી વી.એન.મેવાડા, પા.પૂ. કાર્યપાલક ઇજનેરશ્રી એન.એચ.રાઠોડ, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા, ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા, સોશ્યલ મેનેજર રામભાઇ ખાંભલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:25 am IST)