સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

માળીયા હાટીનામાં બહેનોને સ્વચ્છતા તાલીમ

માળીયા હાટીના : એ.કે.આર.એસ.પી.આઇ (આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત) સંસ્થા દ્વારા આશા તથા આંગણવાડી વર્કર બહેનોને સ્વચ્છતાની તાલીમ અપાઇ હતી. આ તાલીમમાં તાલુકાનાં ૩૨ ગામોના આરોગ્ય વિભાગના સ્ટાફ બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં સ્વચ્છતા અને કોવીડ -૧૯ની જાગૃતિ ઉપર ભાર મૂકવામાં આવેલ હતો. આ તાલીમમાં ૧૫૦ બહેનોએ ભાગ લીધો હતો. આરોગ્ય અધિકારી ડો. રવિન્દ્ર ચુડાસમા, સંસ્થાના એરિયા મેનેજર રમણભાઇ પટેલ તથા પ્રોજેકટ મેનેજર કિરીટભાઇ ફુલેત્રાના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજાઇ હતી. તાલીમને સફળ બનાવવા માટે પ્રોજેકટ માળીયા હાટીના સ્ટાફ પાર્થિવ પુરોહિત, કુંદનબેન મકવાણા તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. સ્વચ્છતા તાલીમ વર્ગ યોજાયો તે તસ્વીર.

(11:23 am IST)