સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

માળિયા હાટીનાના ભંડુરીમાં પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત

માળીયા હાટીના : ભંડુરી ગામના અને હાલ રાજકોટ તથા વાડી દરામાં વાશું ફાર્મના નામથી કંપની ચલાવતા દાન વીર એવા વાસુ ફાર્મનાં માલિક વિઠ્ઠલભાઇ યુકાણી દ્વારા વતન એવા ભાંદુરી ગામના પ્રાથમિક શાળામાં રૂ. ત્રીસ લાખના પ્રાર્થના હોલ અને લાઇબ્રેરીનું નાની નાની બાળાઓ દ્વારા ખાતમુહૂર્ત કરાયેલ હતું. શાળાના આચાર્ય ભગુભાઇ વાળાને સરપંચ પરસોતમભાઇ મકવાણા અને કાનભાઇ ચાવડા તથા બાળાઓએ આરતી સ્તુતિ પ્રાર્થના કરી હતી. ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:23 am IST)