સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

પોરબંદરના મજીવાણા પાસે ધોવાય ગયેલ ડાયવર્ઝનની મરામત કરવા માંગણી

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૩૦: મજીવાણા અને સોઢાણા વચ્ચે આવેલ વર્તુ નદી ઉપરનો મેઇન પુલ જર્જરિત બની જતા પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એ ભારે વાહનો માટે આ પુલ ઉપરથી ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવેલ અને ત્યારબાદ ભારે વાહનો રામવાવથી કુણવદર મોરાણા પારાવાડા ભુમિયાવદર થઈ સોઢાણા સુધીનું ડાયવર્ઝન આપવામાં આવેલ.

આ ડાઇવર્ઝન થી ભારે વાહનોને સમય અને ઈંધણનો વ્યય થતો હોવાથી ચોમાસા પહેલા મુખ્ય જર્જરિત પુલ ની નીચેની સાઈડમાં ડાયવર્ઝન પુલ બનાવવામાં આવેલ પરંતુ આ વર્ષે પોરબંદર જિલ્લામાં ૨૦૦ ટકાથી વધારે વરસાદ થતાં અને વર્તુ-૨ ડેમમાંથી અવારનવાર પાણી છોડવામાં આવતાં ધસમસતા પ્રવાહથી ડાયવર્ઝન પુલ ઉખડી જતાં ફરીથી ભારે વાહનોને રામવાવ થી ભુમિયાવદર સુધી ડાયવર્ઝન આપવામાં આવેલ હાલ ચોમાસાની સીઝન પૂરી થતા મજીવાણા થી સોઢાણા વચ્ચેનો ડાયવર્ઝન પુલ નું ફરીથી સમારકામ હાથ ધરવામાં આવેલ છે. કોન્ટ્રાકટરે જણાવેલ કે આ ડાઇવર્ઝન પુલ જયાંથી ડેમેજ થયેલ તે જગ્યાએ મોટા પથ્થરો મુકવામાં આવેલ છે અને તેના ઉપર મોટી કાંકરી નાખી પાણીનો છટકાવ કરવામાં આવશે ત્યારબાદ રોડ રોલર ફેરવવામાં આવશે અને ત્યારબાદ ફરીથી કાકરી નાખી વ્યવસ્થિત રોડ બનાવવામાં આવશે જેથી એકાદ અઠવાડિયામાં આ ડાયવર્ઝન પુલ ભારે વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે.પોરબંદર જામનગર વચ્ચે દોડતા ટ્રક એસટી બસ પ્રાઇવેટ બસ વિગેરેને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં ઉપરાંત જે મુખ્ય પુલ છે તે એટલી હદે જર્જરિત થયેલ છે કે પુલ ના બાંધકામ સાથેના સળિયા પણ નીચે લટક તા જોવા મળે છે જેથી આ મોટો પુલ નાના વાહનો માટે પણ જોખમી બની ગયો હોય તેવું જોવા મળે છે.

(11:23 am IST)