સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

માળીયાહાટીના કૈલાશ ગરબી ચોકમાં હવન

માળીયા હાટીના : નવરાત્રી નિમિતે કૈલાસ ચોકમાં કૈલાશ ગરબી મંડળ દ્વારા શાસ્ત્રીશ્રી મેહુલભાઇ પરેણી તથા જયભાઇ પેરાણીના આચાર્ય પદે સવારથી હવન યોજાયો હતો. કોરોનાના મહામારીનાં કારણે સરકારની ગાઇડ લાઇન મુજબ આ વરસે ફકત ગરબી શરૂ રાખેલ હતો. રાત્રે નવ વાગ્યે માતાજીના ગરબા છંદ અને આરતીનો કાર્યક્રમ રખાયો હતો. તેજસભાઇ વાજા અને તેમના ધર્મપત્નીએ હવનમાં બેસીને ધન્યતા અનુભવી હતી. હવન યોજાયો તે તસ્વીર.

(10:01 am IST)