સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ધ્રોલ પાલિકા દ્વારા કરોડોના વિકાસ કામોને મંજૂરી: વિવિધ સમિતિના ચેરમેનની નિમણૂક

મહિલા પ્રમુખ જયશ્રીબેન પરમારની અઘ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં વિકાસના કામોને બહાલી

જામનગર : ભાજપ શાસિત ધ્રોલ નગરપાલિકામાં બીજી ટર્મમાં મહિલા પ્રમુખ તરીકે જયશ્રીબેન મનસુખભાઇ પરમારે પદભાર સંભાળ્યો હતો. જેમના અઘ્યક્ષ સ્થાને તાજેતરમાં પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયાના પડતર વિકાસના કામોને તેમજ જરૂરી પ્રાથમિક કામોને બહાલી આપવામાં આવી હતી. તેમજ સાથે-સાથે વિવિધ સમિતિઓના ચેરેમેન પદે નિમણૂક પણ કરવામાં આવી હતી.

ધ્રોલ નગરપાલિકાના મહિલા પ્રમુખ જયશ્રીબેન પરમારની અઘ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં વિકાસના કામોને બહાલી આપીને વિવિધ સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી.

વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણુંક કરવામાં આવી

વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી

(8:33 am IST)