સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th October 2018

ઓખામાં શરદ ઉત્સવ ૨૦૧૮ રઘુવંશી ખેલૈયાઓએ મન ભરી માણ્યો

શરદપૂર્ણિમાંની રાત્રીએ રઘુવંશી મહાકુંભમાં જ્ઞાતિ ગંગાના દર્શન સાથે જ્ઞાતિ એકતાનો ચાંદ ઉગ્યો) ઓખાઃ મંડળના શ્રી રઘુવંશી એકતા ગૃપ મીઠાપુર દ્વારા શરદ ઉત્સવ ૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા, મીઠાપુર, સુરજકરાડી, આરંભડા, તથા ભીમરાણા, ગામના સર્વે રઘુવંશી પરિવારના લોકો એ સાથે મળી શરદ ઉત્સવ ઉજવ્યો હતો. મીઠાપુર આશીર્વાદ પાર્ટી પ્લોટમાં યોજાયેલ આ શરદ ઉત્સવમાં તમામ ગામના લોહાણા મહાજન પ્રમુખો, વેપારી અગ્રણીઓ તથા મહિલા અગ્રણીઓ હાજર રહયા હતા. અને ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મીઠાપુર લોહાણા મહાજન પ્રમુખ શ્રી અશોકભાઇ પોપટનો જન્મદિન હોય ત્યારે સર્વે રઘુવંશીઓ એ સાથે મળી કેક કાપી પ્રમુખને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. અને શરદ પૂનમની મોડી રાત્રી સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અને નાના, મોટા મહિલા સર્વે રઘુવંશીઓએ આ શરદઉત્સવને મનભરી માણ્યો હતો. તે પ્રસંગની તસ્વીરો(તસ્વીરઃ ભરત બારાઇ)(૧.૨)

(10:09 am IST)