ખંભાળિયામાં પ્રાચીન ગરબા કરાવતું મચ્છુમા ગરબા મંડળ
(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા. ૩૦ : લુહારધામ પાસે પ્રાચીન પારંપરીક રીતે ગરબા કરાવતું મચ્છુમા ગરબા મંડળ ૨૭માં વર્ષમાં પ્રવેશ્યું છે.
મચ્છુમા મંદિરના મંદિર પાસે બાળાઓ દ્વારા પારંપરીક રીતે વાદ્યોની સાથે ગરબી વિશિષ્ટ વેશભૂષા તથા પ્રાચીન ગરબા વર્ષોથી યોજાય છે. તથા પ્રાચીન ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.પાલિકાના વોર્ડ નં.૪ના સદસ્યા તથા સેવાભાવી મહીલા આગેવાન રેખાબેન ખેતિયા તથા સેવાભાવી આગેવાન રાણાભાઇ ગઢવીની ટીમ દ્વારા આ ગરબીનું વર્ષોથી આયોજન થાય છે.
તાજેતરમાં પાલિકા પુર્વ પ્રમુખ જયેશભાઇ ગોકાણી, પાલિકા ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, સદસ્ય હિતેશભાઇ ગોકાણી, સલાયાના રઘુવંશી અગ્રણી તથા ભાજપના મહામંત્રી લાલજીભાઇ ભુવા તથા આગેવાનોએ ગરબીની મુલાકાત લઇને બાળાઓ તથા આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા.