સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

સાવરકુંડલાના નેસડી ગામે પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કિટ તથા બ્રહ્મ ચોર્યાસી કરાવતા ચિતલીયા પરીવાર

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે આવેલ ચિતલીયા કુટુંબના ઇષ્ટદેવ " કાટોડીયા નાગદાદા " ના મંદિરે દર્શન કરવા માટે કાંદીવલી - મુંબઇથી પધારેલા ગં. સ્વ. ભદ્રાબેન ચિતલીયા  તથા તેમના સુપુત્રો વિરલભાઇ ચિતલીયા અને મિલનભાઇ ચિતલીયા દ્વારા તેમના પિતાશ્રી વિનોદભાઈ જયંતિભાઈ ચિતલીયાની પૂણ્યતિથિ  નિમિતે તેમના સ્મર્ણાર્થે પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કિટ  ( સ્કુલબેગ, ફુલસ્કેપ ચોપડા 6 , પેન્સિલ, રબ્બર )ધોરણ 1 થી 8 ના 152  વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવેલ હતુ.

 આ તકે શાળા પરિવાર દ્વારા મહેમાનોના સ્વાગત ફુલહાર તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામા આવેલ હતો  આ કાર્યક્રમમા ભાગ લેનાર બાળાઓને ગં. સ્વ. ભદ્રાબેન ચિતલીયા દ્વારા રોકડ પુરસ્કારથી નવાજવામાં આવી હતી તથા ચિતલીયા પરીવાર તરફથી સ્વ. વિનોદભાઈ જયંતીભાઇની પૂણ્યતિથિ નિમિત્તે ગામમા બ્રહ્મ ચોર્યાસી, બટુક ભોજન અને બાળકોને ઠંડાપીણાની બોટલનું વિતરણ કરવામા આવ્યુ હતુ.              

   સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળાના આચાર્ય હસુભાઇ મૈસુરીયા, સેવા મંડળીના પ્રમુખ પ્રવિણભાઈ કાછડીયા,  SMC  શિક્ષણવિદ જીતુભાઇ ભટ્ટ, પ્રવિણભાઈ ચિતલીયા, કમલેશભાઈ વઘાસીયા તથા ગામના આગેવાનો, કાર્યકરો, વાલીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. અને ચિતલીયા પરીવારનો સમગ્ર નેસડી ગામે  આભાર વ્યક્ત કર્યો હતો. .

(1:07 am IST)