સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th September 2020

ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૩૦: દેશમાં કોરોનાની મહામારી વચ્ચે સરકારે એક પછી એક એવા નિર્ણયો લીધા છે કે દેશની લોકશાહી અંધકાર તરફ જવા લાગી છે... આમ પ્રજા મોંદ્યવારી માં પીસાઈ રહી છે, કરોડો લોકો બેરોજગાર બની ગયા છે, દેશમાં મંદી ફરી વળી છે. તેમાં તાજેતરમાં ખેડૂત બિલે વધુ એક મોટો ઝટકો ખેડૂતોને આપી દીધો છે.

શ્રમજીવી ખરડાએ મજૂરોને- નોકરિયાતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. જોકે ઉદ્યોગ જગત અને વ્યાપાર જગતમાં ભારે ખુશી વ્યાપી ગઈ છે. કારણકે ઇન્સ્પેકટર રાજ ખતમ થઈ શકે..!! અને કદાચ મજૂરોની સુરક્ષા માટેનું વિવિધ તંત્ર પણ નહીં રહે..!! તેવી સ્થિતિ બની ગઈ છે. તેવુ ખેડૂત સંગઠનો, વિવિધ મજૂર સંગઠનો, નોકરિયાત યુનિયનો અને સંદ્યોમાં ચર્ચાસ્પદ બનવા સાથે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ખેડૂતોન વિરોધ કૃષિ બિલો સામે વધતો ચાલ્યો છે, અને ખેડૂતોનુ આંદોલન ચોથા દિવસમાં પ્રવેશી ગયું છે.

ખેડૂતોના આંદોલનમાં ૧૪ જેટલા વિરોધ પક્ષો પણ તેમના ટેકામાં આવી ગયા છે. આંધ્ર, કર્ણાટક રાજય પછી હવે પંજાબ હરિયાણા મજૂર યુનિયનો પણ ખેડૂતોના આંદોલનમાં જોડાવા લાગ્યા છે, એટલે ધીરી ગતિએ પણ મક્કમતા થી દેશભરમાં ખેડૂત અને મજૂર બિલ સામે આંદોલન શરૂ થઈ જશે. તેવી સંભાવના વધી છે. તેમ ધારાસભ્ય ઠુંમરે જણાવેલ છે.

જોકે ગુજરાત રાજયે પાકમાં થયેલ નુકશાન માટે ખેડૂતોને મોટું પેકેજ જાહેર કર્યું છે. પરંતુ તેમાંય શરતોમાં પાણી પત્રકમાં ખેડૂતનું નામ હોવું જરૂરી છે, તેના કારણે નહિવત ખેડૂતોને લાભ મળવાની સંભાવના હોઈને ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને શાંત કરવા ટેકાના ભાવથી વેપારી ખેડૂત પાસેથી અનાજ, કઠોળ વગેરે ખરીદી શકે તે માટે જેડીયુ નો ઉપયોગ કરવાનો ખેલ 'ખેડૂત ખરડાનો વિરોધ' કરવાનું નાટક કરાવી દીધું હોવાની ચર્ચા ખેડૂત તેમજ રાજકીય પક્ષોમાં બની છે.

ખેડૂતો નું નખ્ખોદ કાઢનાર કૃષિ બિલનું નિવૃત્ત્। આઇ.એ.એસ.અધિકારીઓ તરફેણ કરે છે.કારણ કે બે નંબરનો માલ જમીનો મા રોકાણ કરી શકાય..આમતો મોદી શાસન ના ભાષણો ભ્રષ્ટાચાર વિરુદ્ઘ અને દેશ ભ્રષ્ટાચાર યુકત..!!! અંતમાં શ્રી ઠુમ્મરે વધારામાં જણાવ્યું છે.

(11:36 am IST)