કાલાવડ પાલિકા પ્રમુખનું સન્માન
કાલાવડ : સમસ્ત ચારણ સમાજ દ્વારા ન.પા.ના નવનિયુકત પ્રમુખ અજમલભાઇ ગઢવીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ચારણ સમાજ દ્વારા અજમલભાઇનું શ્રી પીઠળ આઇની તસવીર તેમજ શાલ અને પુષ્પહારથી અભિવાદન કરાયુ હતુ. ચારણ સમાજ દ્વારા સંત વાલદાસબાપુ, મહેશગીરી બાપુ, જીતેશગીરી બાપુ અને સામાજિક અગ્રણી ભાનુભાઇ પટેલ તેમજ સમાજના આગેવાનોનું સન્માન કરાયુ હતુ. કાલાવડના વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ અને આગેવાનો દ્વારા અજમલભાઇનું શાલ, ફુલહાર અને મોમેન્ટો આપી સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે જામનગર જીલ્લા ચારણ ગઢવી સમાજના પ્રમુખ સાજણભાઇ ગઢવી, સમાજના અગ્રણી રાણસીભાઇ ગઢવી, જાલણભાઇ ગઢવી, લાલાભાઇ ગઢવી, રાજુભાઇ ગઢવી, અશ્વિનભાઇ ગઢવી, પ્રિતેશભાઇ ગઢવી, અશોકભાઇ ગઢવી અને દેવરાજભાઇ ગઢવી ઉપલેટાવાળા અને ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકાના હોદ્દેદારો અને આગેવાનો, ન.પા.ના હોદ્દેદારો અને સદસ્યો, સમાજના વડીલો અને આગેવાનો સોશ્યલ ડીસ્ટન્સ સહિતની કોવિડ-૧૯ની ગાઇડ લાઇનનું પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.