સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th September 2019

જામનગરના જામવાડીમાં સવા આઠ શેઠવડાળામાં ૮ ઇંચ

હાલારમાં સર્વત્ર પાણી-પાણીઃ રંગમતી ડેમ ઓવરફલો થતા દરેડના ખોડિયાર મંદિર આસપાસ પાણીના ઘોડાપુરઃસોરઠી ડેમ ઉપર સૌથી વધુ ૧૦ ઇંચ વરસાદ

જામનગરઃ રંગમતી ડેમ ઓવરફલો તથા ખોડીયાર મંદિર આસપાસ ફરી પાણીના ઘોડાપૂર જોવા મળ્યા હતા. જામનગરમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદને લઇને શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર તા.૩૦: જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડીમાં સવા આઠ અને શેઠવડાળામાં ૮ ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે ધ્રાફામાં સાડા સાત ઇંચ, વાંસજાળીયામાં ૭ ઇંચ, સમાણામાં પોણા સાત ઇંચ, પરડવામા પાંચ ઇંચ, અને ધુનડામા સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે.

જામનગરના દરેડ અને વસઇમાં સવા પાંચ ઇંચ, અલીયાવાડા-જામવંથલીમાં ૪ ઇંચ, લાખાબાવળ-ધુતારપરમાં ૩ ઇંચ, મોટી બાણુગર-ફલ્લામા ૪ ઇંચ વરસાદ પડ્યો છે.

જોડિયાના પીઠડમા સવા ચાર ઇંચ, બાલંભામાં પોણા ર ઇંચ, હડીયાણામા દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

ધ્રોલ તાલુકાના લતીપરમાં સવા ર અને જાલીયા દેવાણી-લૈયારામા દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. કાલાવાડના નવાગામમાં ૩ ઇંચ. નિકાવા-મોટા વડાળામાં અઢી ઇંચ, મોટા પાંચ દેવળામાં સવા ત્રણ ઇંચ, ખરેડીમાં બે ઇંચ, ભલસાણ બે રાજામા અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

લાલપુરનાં મોટા ખડવામાં સવા ૪ ઇંચ, ભણગોરમાં ૪ ઇંચ, ડબાસંગમાં ૩ ઇંચ, પીપરટોળા-પડાણામાં પોણા ત્રણ ઇંચ, મોડપરમા દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

શહેરનુ તાપમાન મહુતમઃ-૨૭.૫, લઘુતમઃ- ૨૪.૫, ભેજઃ- ૮૪ ટકા, પવનઃ- ૧૧.૭ કિ.મી. રહ્યો છે.

જામનગરના આજી-૪, ઉંડ-૧, ફુલઝર-૧ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

જયારે સપડા, રૂપારેલ,ઉંડ-૨, ફૂલઝર,પન્ના ડેમ ઉપર સવા પાંચ ઇંચ વરસાદ પડયો છે.જયારે સોરઠી ડેમ ઉપર ૧૦ ઇંચ વરસાદ પડયો છે.

(3:52 pm IST)