સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th September 2019

કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા નું ચોટીલામાં સ્વાગત કરાયુઃ પરેશ ધાનાણી, ધારાસભ્ય સહિતનાં ગરબે ધુમ્યા

બાઇક અકસ્માત જોતા યાત્રા થોભાવી ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો

ચોટીલા તા. ૩૦: ૧૫૦ મી ગાંધી જન્મ જયંતિ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોગ્રેસ દ્વારા પોરબંદર થી નિકળેલ ગાંધી સંદેશ યાત્રા ઝાલાવાડમાં પહોંચતા ચોટીલા નજીક ભવ્ય સ્વાગત કરવામાં આવેલ

વરસતા વરસાદમાં બાઇક રેલી સ્વરૂપે  યાત્રામાં નિકળેલ રાજયનાં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી સહિતના નું સુતરની આટી અને ફુલ હાર થી રાજકોટ હાઇવે ઉપર બોરીયાનેસ નજીક સ્વાગત કરવામાં આવેલ જ્યાં આગળ નવલા નવરાત્રીની પ્રથમ દિવસે ચામુંડાધામ ખાતે પહોંચતા ધારાસભ્ય સહિતનાએ ગરબે રમીને શકિતનાં પર્વની ગાંધી સંદેશ સાથે ઉજવણી કરેલ

આ યાત્રામાં જીલ્લાનાં કોગ્રેસનાં આગેવાનો મનુભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, સોમાભાઈ પટેલ, કલ્પનાબેન ધોરિયા, ચેતનભાઇ ખાચર, રાઘવભાઇ મેટાળીયા, અજય સામંડ, સોમભાઇ બાવળીયા, રવુભાઇ ખાચર સહિતના ઉપસ્થિત રહેલ હતા

ટીમ ઝાલાવાડનાં કોગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો યાત્રામાં બાઇક રેલી સાથે જોડાયેલ હતા અને મોલડી બાવનવીર હનુમાનજી મંદિર અને ચોટીલા ચામુંડા તળેટી મંદિરે દર્શન કરી મારૂ જીવન મારો સંદેશ મહાત્માજીનો સંદેશ સિધ્ધ થાય તે માટે શકિતનાં શરણે શિષ નમાવી આશિર્વાદ લીધા હતા

ચોટીલા ચામુંડા તળેટી ખાતે પોહચેલ યાત્રાનું જીલ્લા ઓબીસીનાં દેવકરણ જોગરાણા, હરેશભાઇ ચૌહાણ અને વનરાજભાઇ ધાધલ સહિતનાએ ફુલહાર કરી સ્વાગત કરેલ હતુ.

મોલડી બાવન વીર હનુમાનજીના દર્શન કરી યાત્રા બાઇક રેલી સાથે ચોટીલા તરફ આગળ ધપી રહેલ હતી ત્યારે રસ્તામાં રાજકોટ તરફ જતા એક બુલેટસ્વારનો અકસ્માત જોતા ધાનાણી સહિતનાએ રેલી થોભાવી ઇજાગ્રસ્તને વ્હારે દોડી ગયેલ અને યુવાનને હોસ્પિટલ પોહચાડવાની માનવીય ફરજ નિભાવી યાત્રા આગળ વધારેલ હતી.

યાત્રા ચોટીલા નાઇટ હોલ્ટ બાદ સવારે શહેરમાં રેલી સ્વરૂપે નિકળી, કન્યા વિદ્યાલય ખાતે વિધ્યાર્થીઓ સાથે બાલુભાઇ પટેલ અને પરેશ ધાનાણી ગાંધી વિચાર સંવાદ યોજેલ ત્યાર બાદ યાત્રા સુરેન્દ્રનગર તરફ પ્રયાણ કરેલ

(1:24 pm IST)