સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th September 2019

સોમનાથ મંદિર થીમ બેઇઝ રોશનીથી ઝળહળશે

૪૦૦થી પણ વધુ અને કલર- મીક્ષીંગ કલર સહિત અગણિત કલરોના થીમ બેઇઝ કોમ્બીનેશન કોમ્પ્યુટર- મોબાઇલથી પણ ઓપરેટ થઇ શકશે

 પ્રભાસ પાટણ,તા.૩૦: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવના મંદિરે અદ્યતન- અલૌકિક અને દિવ્ય વાતાવરણ વૃધ્ધિ કરતી રંગબેરંગી ફોકસ અને મુંવીગ વીજળી રોશની કાર્યરત છે. જેમાં હવે વધારાનો નવો ઉમેરો કરાઇ રહ્યો છે. એટલે કે આજે આપણે જે રોશની જોઇ હોય તે જ કાલે ન હોય આમ વરસભર અને પર્વ- ઉત્સવ અનુસાર અલગ -અલગ થીમ ઉપર દરરોજ નવી રોશની જેવા મળશે જેમ કે શિવરાત્રી હોય તો તેને અનુરૂપ, ૧૫ ઓગસ્ટ હોય તો મંદિર ઉપર ત્રિરંગા રોશની હાલની મદિર રોશનીના ફોકસ લાઇટ જ્યાં પ  ન હતા. તે માટે વધુ ફોકસ લાઇટો ઉમટી  મંદિરના ખૂણે -ખૂણેને પુરેપુરા ચિત્ર સાથે ઝળહળતો ભાવિકો જોઇ શકશે. મંદિરની આ રોશની હાલ કોમ્પ્યુટર ટાઇમર ઉપર છે. જે તેના ચાલુ થવાના સમયે ઓટોમેટીક ચાલુ અને બંધ થવા સમયે ઓટોમેટીક બંધ થઇ જાય છે. તેમાં હવે એક નવું ઉમેરણ થશે કે મોબાઇલ લીંક અપાશે જેથી ટ્રસ્ટ અગર તેમને નિયુકત કરેલા પ્રતિનિધિ અમદાવાદ બેઠે-બેઠે પણ મંદિર રોશનીના અલગ અલગ શેડ ઇચ્છા મુજબ કરી શકશે ઓકટોબર અંતે કાર્યવાહી પુરી થશે.

(12:11 pm IST)