સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

જામજોધપુર તાલુકાના નાની ભરડકી ગામમાં યુવકની ૪ શખ્સોના હાથે હત્યા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૩૦: જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના નાની ભરડકી ગામમાં એક યુવક ઉપર ૪ શખ્સોએ જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચી ગયો છે. આ શખ્સોએ પરીવારના અન્ય ૩ ઉપર પર હુમલો કરતા ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતમાં  સારવાર માટે ખસેડાયેલ છે. નાના એવા ગામમાં હત્યાના બનાવથી સનસનાટી મચી ગઇ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. 

(3:57 pm IST)