સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

ડ્રગ્સ માફીયા શાહીદ સુમરાને લઈ એટીએસ ટીમ પહોંચી ભુજ

જખૌ દ્વારકાના દરિયામાંથી ઝડપાયેલા હેરોઈન પ્રકરણમાં પેશી : શાહીદ સુમરા મૂળ કચ્છના માંડવીનો રહેવાસી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ) ગુજરાત એટીએસે દિલ્હી એરપોર્ટ ઉપરથી ઝડપેલા શાહીદ કાસમ સુમરાને લઈને આજે ભુજ પહોંચી છે. શાહીદને આજે બપોર પછી ભુજ કોર્ટમાં રજૂ કરાશે. ગત એપ્રિલ ૨૦૨૧ દરમ્યાન જખૌ ના દરિયામાં એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એસઓજી માં સયુંકત ઓપરેશનમાં નૂહ શફીના નામની બોટમાંથી ૮ પાકિસ્તાનીઓ સાથે ઝડપેલ ૩૦૦ કરોડના ૩૦ કિલો હેરોઈન પ્રકરણમાં શાહીદ સુમરા મુખ્ય સૂત્રધાર છે. હેરોઈન નો આ જથ્થો હાજી નામના વ્યક્તિને આપવાનો હતો. કરાંચીથી આરીફ કરછીએ હેરોઈન મોકલ્યું હતું. આ પ્રકરણમાં શાહીદ સુમરા સામે નાર્કોટિક્સ હેઠળ ગુનો નોંધાયો હોઈ  આજે ભુજ કોર્ટમાં રજુ કરાશે. જેને પગલે ભુજ કોર્ટની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

(3:24 pm IST)