સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

જસદણ પાલીકામાં બીજે દિવસે પણ ભરતી માટે અરજદારો ઉમટયા

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા., ૩૦: નગર પાલીકા ખાતે બે દિવસમાં  ૪૮ સફાઇ કામદારોને કાયમી ભરતી કરવા માટેની મૌખીક ઇન્ટરવ્યુની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. વર્ષો પછી સફાઇ કામદારોની ભરતી થશે. આ ભરતી પ્રક્રિયામાં નગરપાલીકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયા, ભરતી સમીતીના અધ્યક્ષ જીગ્નેશભાઇ હિરપરા, કારોબારી ચેરમેન કાજલબેન ધોળકીયા, રાજકોટના અધિક કલેકટર, જસદણ ચીફ ઓફીસર સહીતનાઓની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વિવિધ સમાજના કુલ ૪ર૮ અરજદારોએ સફાઇ કામદાર તરીકે જોડાવા માટેની અરજી કરી હતી. પ્રથમ દિવસે ૨૧૪ અને બીજા દિવસે ર૧૪ જણાને ઇન્ટરવ્યુ લેવા માટે બોલાવવામાં આવ્યા છે. નગર પાલીકા દ્વારા બહારથી આવેલા તમામ અરજદારો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

(1:16 pm IST)