સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th July 2018

વંથલીમાં વેપારીની નજર ચુકવીને દુકાનમાંથી રૂ. રપ હજારની ચોરી

ગ્રાહક બનીને આવેલા ગઠીયા કળા કરી ગયા

જુનાગઢ, તા., ૩૦: વંથલીમાં ડુંગરી બજાર ખાતે ઇલેકટ્રીક સામાનની દુકાન ધરાવતા જેઠાનંદ સંગતમલ પંજાબી (ઉ.વ.૬૧) નામના વેપારી તેમની દુકાને હતા.  ત્યારે ગ્રાહક બનીને આવેલા રપ થી ૩૦ વર્ષની વયના બે અજાણ્યા શખ્સોએ વેપારીને વાતોમાં પરોવીને રૂ. રપ હજારની રોકડ તેમજ વેપારનાં હિસાબના ચોપડા સાથેનો થેલો ચોરીને નાસી ગયા હતા.  આ અંગે પોલીસે વેપારીની ફરીયાદ લઇ તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)