સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

વિસાવદરના વિદ્યાર્થીઓ રેલ્વે સ્ટેશનની મુલાકાતેઃ રેલ્વે વિષેની તલસ્પર્શી માહિતીથી વાકેફ થયા

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૦ :  ભારતીય રેલ્વે વિશેની માહિતી બાળકોને મળે તે હેતુથી વિસાવદર શૈક્ષણિક સંકુલ-માંડાવડના બાળકો વિસાવદર રેલ્વે સ્ટેશનની મુલાકાતે ગયા હતા.જયાં સ્ટેશન સુપ્રિ.વી.ઍ.તરસાનીયાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી સ્ટેશન સુપ્રિ.અનિલ ગ્વાલાસરે બાળકોને રેલ્વેને સ્પર્શતી વિસ્તૃત માહિતી આપી હતી.રેલ્વે સ્ટેશનો વચ્ચેના વ્યવહાર અંગે તેમજ સિંગલ સિસ્ટમ  વિશે જણાવ્યું હતું.તેમજ બુકિંગ કલાર્ક પી.ડી.બાબરીયાઍ રેલ્વે ટ્રેક સિસ્ટમ ,બુકિંગ સીસ્ટમ, વિવિધ સુવિધાઓ વિશે અને રેલ્વે સ્ટેશને રાખવાની તકેદારી અંગે બાળકોને  જરૂરી માહીતી આપી હતી.બાળકોઍ પણ અધિકારીઓ સાથે પ્રશ્નોતરી કરેલ જેના સંતોષકારક ઉતરો આપેલા.બાળકોની જીજ્ઞાસાવૃતિ જોઈ અનિલ ગ્વાલાસરે ખૂબ જ આનંદ વ્યકત કરેલો હતો.સમગ્ર મુલાકાત ખૂબ જ જ્ઞાનસભર હતી. કાયક્રમને સફળ બનાવવા માટે શિક્ષિકા પ્રજ્ઞા કઠેસિયાઍ  જહેમત ઉઠાવી હતી.સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયાઍ  અભિનંદન આપ્યા હતા પ્રિન્સિપાલ પ્રફૂલ વાડદોરીયા, નિયામક સુરેશ ફૂલમાળીયાઍ રેલ્વે સ્ટેશનના અધિકારીઓને આભાર સહ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

(1:18 pm IST)