સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

અપહરણના ગુન્‍હામાં મદદગારી કરી ચાર માસથી નાસતા ફરતા સહઆરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી

અમરેલી-સાવરકુંડલા,તા. ૩૦ : ભાવનગર રેન્‍જ આઇ.જી. અશોકકુમાર રેન્‍જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્‍વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહઓ દ્વારા રાજ્‍ય/ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્‍વયે શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા અપહરણના ગુન્‍હાઓ મદદગારી કરી છેલ્લા ચાર માસથી નાસતા ફરતા સહઆરોપીને ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકા નાની વાવડી ગામેથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ છે.

પોલીસે દિપકભાઇ ઉર્ફે શામજીભાઇ મકવાણા (ઉવ.૬૦) ધંધો-ખેતી રહે નાની વાવડી તા. ગારીયાધાર જી.ભાવનગરની ધરપકડ કરી છે.

આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.બી.લક્કડ પોલીસ સબ. ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્‍કવોર્ડ એ રીતેના પોલીસ જોડાયેલ હતા.

(1:14 pm IST)