સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

સાવરકુંડલામાં ખોડલધામ સમિતિ દ્વારા ઇનામ વિતરણ

સાવરકુંડલા : વજલપરા પટેલવાડી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નેસડી ખોડીયાર મંદિરના મહંત  લવજીબાપુના હસ્‍તે દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો હતો.ધ ોરણ એક થી કોલેજ સુધીના તમામ તમામ હોશિયાર વિદ્યાર્થીઓને સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા અને ઇનામો આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમના મુખ્‍ય સ્‍પોન્‍સર સિગ્‍મા સ્‍કુલ ઓફસાયન્‍સ પ્રતીક નાકરાણી હતા. તેમજ કાર્યક્રમની તમામ વ્‍યવસ્‍થા અને જવાબદારી દેવચદભાઇ કપોપરા અને કરસનભાઇ ડોબરીયા સંભાળી હતી. આ ઇનામ વિતરણ સમારોહ  પ્રસંગે પુર્વ કૃષિમંત્રી વઘાસીયા પુર્વ ધારાસભ્‍ય કાળુભાઇ વિરાણી, ડીવાયએસપી કે.જે.ચૌધરી અમરેલી શ્રી કાંતિભાઇ વઘાસીયા સુરેશભાઇ દેસાઇ તેમજ સાવરકુંડલાના તમામ પક્ષના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા અને મહાનુભાવોના હસ્‍તે વિદ્યાર્થીઓને ઇનામો અપાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓની વિશાળ સંખ્‍યા જોવા મળી હતી. તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન હરેશ બાવીસીએ કર્યુ હતુ. (તસ્‍વીર : અહેવાલ : ઇકબાલ ગોરી - સાવરકુંડલા)

(1:13 pm IST)