સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

જામનગરમાં હિન્‍દુ-મુસ્‍લિમ આગેવાનો સાથે બેઠક

જામનગરમાં એસપી ઓફિસ ખાતે આગામી રથયાત્રાના તહેવારને લઈને સીટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના હિંદુ-મુસ્‍લિમ અગ્રણીઓ સાથે એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયદીપસિંહ ઝાલા, એસ. ઓ.જી. પી આઈ આર બી વીંછી, સીટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પી.આઇ કે.જે. ભોયે સહિતના પોલીસ અધિકારીઓએ શાંતિ અને સુલેહ જળવાય તે માટે ખાસ શાંતિ સમિતિની બેઠક બોલાવી ઉપસ્‍થિત અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:08 pm IST)