સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

બાંટવામાં સગીરાની જાતીય સતામણી કરી તેના ભાઇ ઉપર કુહાડી વડે હુમલો

સુનીલ સોલંકી સામે સગીરના ભાઇની ફરીયાદ

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૩૦: બાંટવામાં રાત્રે એક શખ્‍સે સગીરાની જાતીય સતામણી કરી બાદમાં તેના ભાઇ ઉપર કુહાડી વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી.

માણાવદર તાલુકાના બાંટવાની એક સગીરા તા.ર૮ની રાત્રીના ૮ ની આસપાસ તેની ભાભી સાથે લઘુશંકા કરીને પરત જઇ રહેલ.

ત્‍યારે બાંટવાના ઇંદીરાનગરમાં રહેતો સુનીલ વશરામભાઇ સોલંકી  શખ્‍સ કુહાડી સાથે ધસી આવ્‍યો હતો અને તેણે સગીરાની તેનું કાંડુ પકડી જાતીય સતામણી કરી હતી.

આ દરમ્‍યાન સગીરાનો ભાઇ આવી જતા તેના ઉપર સુનીલ વશરામે કુહાડી વડે ઇજા પહોંચાડી હતી.

આ અંગે તરૂણીના ભાઇની ફરીયાદના આધારે ઇન્‍ચાર્જ પીએસઆઇ એસ.એન. સગારકાએ સુનીલ સામે પોકસો વગેરે કલમ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. 

(1:06 pm IST)