સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

કેશોદના કરેણી ગામે મહિલાઓ સહિતના શખ્‍સોનો સામસામો હુમલો

બંને પક્ષની ફરિયાદના આધારે કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : કેશોદના કરેણી ગામે મહિલાઓ સહિતના શખ્‍સો વચ્‍ચે મારામારી થતા પોલીસ બંને પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરી હતી.

કેશોદ તાલુકા કરેણી ગામે ગાડીએ રહેતા ૬૫ વર્ષીય રામાભાઇ ભીખાભાઇ કટારા અને રામાભા કરણાભાઇ મક્કાને રસ્‍તા બાબતે મનદુઃખ હોય  ગઇ કાલે બંને વચ્‍ચે બબાલ થઇ હતી.

બાદમાં રામા કરણા તથા તેના ભાઇઓ શકિતસિંહ, શિવાભાઇ તથા પત્‍ની ભીનીબેન ઉપરાંત અશ્વિન લખાભાઇ, હદપો જીણકુભાઇ મક્કા, અસ્‍મિતાબેન શિવાભાઇ અને શકિતસિંહના પત્‍ની સહિતના શખ્‍સોએ પ્રાણઘાતક હથિયારો ધારણ કરી રામાભાઇના ઘરે જઇ તેમને તથા તેમના પરિવારના ધાનીબેન અને વેજીબેન ઉપર હુમલો કર્યો હતો.

તેમજ મુળીબેનને છરી વડે છરકો કાઢીને ઇજા પહોંચાડી હતી.

જ્‍યરે સામાપક્ષે રસ્‍તે નીકળવાની બાબતે રામાભાઇ મક્કાનાં પત્‍ની ભીનીબેન ઉપર રામા ભીખાભાઇ કટારા અને અમરીબેને હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.

આ બારામાં કેશોદ પોલીસે બંને પક્ષની ફરિયાદ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:00 pm IST)