News of Thursday, 30th June 2022
ભાણવડના સેઢાખાઇ ગામે રેશનકાર્ડમાં કાર્ડ હોલ્ડરની જાણ બહાર કાર્ડમાં નામ પડી ગયા ! !
નવતર કૌંભાડની આશંકા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના સેઢા ખાઇ ગામે તાજેતરમાં એક રેશનકાર્ડ હોલ્ડર તેની પરમીટ લઇને માલ લેવા જતા તેના કાર્ડમાં તેની જાણ બહાર બે -નવા નામો ચડી ગયાનું બહાર આવતા ભારે ચર્ચા થઇ છે.
આ અંગે દુકાનદારે ફરીયાદ કરવા જતા આ રેશનકાર્ડ હોલ્ડરને માર પડતા આ બાબતે તેણે પોલીસમાં અરજી પણ આપેલ હતી.
ખાઇ ગામમાં આવી રીતે રેશનકાર્ડ હોલ્ડરની નવા નામો રેશનકાર્ડમાં વધી જવા બાબતે કંઇક નવતર પ્રકારનું કૌભાંડ ચાલતુ હોય તો નવાઇ નહીં જો કે આ બાબતની ગંધ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતા તેમણે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
(12:09 pm IST)