ઓખામાં અલ હૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ શાદી
મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના છેવાડાના ગામ ઓખા અને મીઠાપુર ખાતે કાર્યરત અને એજ્યુકેશનના કાર્યોમાં ખૂબ જ ઉમદા સેવાઓ પુરી પાડનાર અલ હૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત તારીખ ૨૬/૬/૨૦૨૨ને રવિવારના રોજ ઓખા ખાતે આવેલી પાંચપીરની દર્ગા કે જે ગેસ પ્લાન્ટની પાછળ આવેલી છે. આ તકે આ પ્રસંગે શ્રી મોહનભાઇ બારાઇ, શ્રી મુરૂભાઇ કંડોરીયા, ઓખા નગરપાલિકાના આગેવાનો, ઓખા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, પત્રકારો વગેરે સહર્ષ જોડાયા હતા. આ તમામ મહાનુભાવોએ પણ ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી. અલ હૈદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હુશેનભાઇ શેખ અને ઉપપ્રમુખ આરીફભાઇ ચૌહાણ દ્વારા હાજરી આપનાર તમામ રાજકીય આગેવાન અને તમામ સમાજના પ્રતિષ્ઠિત વ્યકિતઓએ આ પ્રસંગે આપેલી હાજરી માટે સમૂહ સાદીના પ્રોગ્રામને સફળ બનાવવા માટે તમામનો આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા -મીઠાપુર)