સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

જાહેરમાં જુગાર રમતા ચાર શખ્‍સોને રોકડ સાથે પકડી પાડતી જામજોધપુર પોલીસ

જામજોધપુર,તા. ૩૦ : જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર ગ્રામ્‍ય ડીવીઝનના પો.અધિ. કૃણાલ દેસાઇની સુચનાથી જામજોધપુર પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પો.સ્‍ટે. વિસ્‍તાર પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન પો.કોન્‍સ. અશોકભાઇ બસ. ગાગીયાને ખાનગી રાહે બાતમી મળેલ કે જામજોધપુર ટાઉન ખાતેના ધાસ ગોડાઉન ખાતે અમુક ઇસમો જુગાર રમી રહેલ છે તેવી હકીકત આધારે રેઇડ કરી કુલ ૪ આરોપીઓને રોકડ રૂા. ૧૦,૩૨૦ સાથે પકડી પાડતા પો.હેડ કોન્‍સ. પી.પી.જાડેજાએ જુગાર ધારા ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસે ભરતભાઇ અરજણભાઇ સોલંકી રહે ધાસના ગોડાઉન પાસે જામજોધપુરતા-જામજોધપુર જી .જામનગર (૨) આશીષભાઇ ગોવિંદભાઇ સોલંકી રહે. ખાખી જાળીયા તા. ઉપટેલા જી. રાજકોટ હાલ રે. કોટડાઆંબરડી તા. જામજોધપુર જી.જામનગર (૩) નારણભાઇ લાખાભાઇ રાઠોડ રહે ઘાસના ગોડાઉન પાસે જામજોધપુર તા. જામજોધપુર જી.જામનગર (૪) રવિભાઇ રમેશભાઇ મકવાણા રહે. ડોડીયાવાળી નં. ૫ જામજોધપુર તા. જામજોધપુર જી.જામનગરની સામે ગુન્‍હો દાખલ કર્યો છે.

આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્‍ટેશન પોલીસ ઇન્‍સપેકટર એમ.એન.ચૌહાણ પો.સ.ઇ.કે. વાઘેલા પો. હેડ કોન્‍સ. પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. રાજદિપસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. અશોકભાઇ ગાગીયા વુ.પો.કોન્‍સ. રિધ્‍ધીબેન વાડોદરીયા વિગેરેનાઓએ કરેલ છે.

(10:59 am IST)