News of Thursday, 30th June 2022
જેતપુર શહેર કોંગ્રેસના પ્રમુખપદે ડી.કે.વેકરીયાની નિમણૂંક

રાજકોટઃ જિલ્લાના જેતપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ડી.કે.વેકરીયા (દિપકકુમાર કેશવલાલ વેકરીયા) ની નિમણૂંક થયેલ છે.
તેઓ જેતપુર વિસ્તારના કસાયેલા પીઢ કોંગ્રેસી છે, કોંગ્રેસની વિદ્યાર્થીપાંખી એન.એસ.યુ.આઇ.ના સંક્રિય અગ્રણી હતા. રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ તથા બાદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીપદે પણ તેમણે સક્રિય ભુમિકા નિભાવેલ છે. ડી.કે.તરીકે જાણીતા આ કોંગ્રેસ અગ્રણી છેલ્લા ચાર દાયકાથી કોંગ્રેસની વિચારધારાને વરેલા છે. તેઓને ઠેરઠેરથી અભિનંદન વર્ષા થઇ રહેલ છે. (ડી.કે.વેકરીયા ૯૪૦૮૯ ૨૫૨૮૫)
(10:38 am IST)