સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અષાઢી બીજ ઉજવાશેઃ ભવ્‍ય રથયાત્રા

ગામે-ગામ થનગનાટઃ ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાની તૈયારીને આખરી ઓપઃ ભજન, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે

રાજકોટ તા. ૩૦ :.. કાલે તા. ૧ :.. જુલાઇને શુક્રવારે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અષાઢી બીજની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવશે. ગામે-ગામ ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્‍ય રથયાત્રા નીકળશે. આ માટે તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.

સર્વત્ર ભજન, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે અને ભાવિકોમાં થનગનાટ છવાયો છે.

મજેવડી

જુનાગઢથી બાજુમાં ગિરનારની ગોદમાં મજેવડી ગામમાં લુહાર જ્ઞાતિમાં શ્રી દેવતણખી દાદા ત્‍થા લિટલભાઇ (બાપ-દિકરીની) માતાજીની ચેતન સમાધી સ્‍થળે મંદિરના પટાંગણમાં તા. ૩૦ સવારના શાષાોકત પૂજન થશે આરતી, રાંદલ માતાજીના ૧પ૧ લોટા, ગોરણી જમાડવાની, પ્રદર્શન રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે.

આંતરરાષ્‍ટ્રીય કલાકારો અષાઢી બીજ સવારના પૂજન - આરતી, પ્રસાદી, જનરલ સભા, બપોરના ૧૧૧ મી રથયાત્રા નિકળશે મામેરા પુરાશે નિશાન અર્પણ થશે ધજા ચડાવવામાં આવશે મહા પ્રસાદનું આયોજન છે.

સમસ્‍ત લુહાર - પંચાલ સમાજને પધારવાનું ટ્રસ્‍ટી મંડળ તરફથી  આમંત્રણ પાઠવ્‍યું છે.

આટકોટ

જસદણ તાલુકાના આટકોટ (પાંચાળ ભૂમિ) માં મહાસતી લોયણ માતાજીના મંદિરના વિશાળ પટાંગણમાં તા. ૧ ના ભવ્‍યતી ભવ્‍ય અષાઢી બીજ ઉત્‍સવ ઉજવાશે જેમાં સવારના પૂજન અર્ચન, હવન થશે શોભાયાત્રા નિકળશે ભજનનો કાર્યક્રમ છે. મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં લુહાર - પંચાલ સમાજને પધારવાનું ટ્રસ્‍ટી મંડળ તરફથી આમંત્રણ પાઠવાયું છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : આટકોટ નજીકના પાંચવડા મામાદેવ મંદિર અષાઢીબીજ શુક્રવારના બાવનગજજી ધજારોહણ સાથે બટુક ભોજન, સમૂહપ્રસાદનું આયોજન કરાયુ છે. અષાઢી બીજ ઉત્‍સવનને લઇને મંદિરને રોશનીનો શણગાર કરાયો છે. ધર્મલાભ લેવા મામાદેવ મંદિરના ઉપાસક સ્‍વ.ભીમજીભાઇના પુત્ર બાબુભાઇ બુટાણીની યાદીમાં જણાવાયું છે.

શહેરના ગુલમોર રોડ પર આવેલ બાલા હનુમાનજી મંદિર ખાતે તા. ૧ શુક્રવાર અષાઢી બીજના વાર્ષિકોત્‍સવ તથા સત્તરમાં પાટોત્‍સવનું આયોજન કરાયું છે. સવારે પાંચ કલાકે પ્રભાત ફેરી, સવારે સાતથી સાંજના ૬ સુધી વિશ્વ શાંતિ માટે સામુહિક અખંડ ધુન તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 

(11:27 am IST)