સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

ગોંડલ મહિલા કોલેજમાં સત્‍કાર વિદાયમાન કાર્યક્રમ યોજાયો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૩૦: અત્રે ની મહીલા આર્ટસ કોમર્સ એન્‍ડ હોમસાયન્‍સ કોલેજ મા સત્‍કાર સન્‍માન તથા વિદાયમાનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.જેમા કોલેજ દ્વારા મેનેજમેન્‍ટ ને આવકારી નિવૃત્ત થતા મહીલા કર્મચારીને વિદાયમાન અપાયુ હતુᅠ

મહીલા કોલેજ ના ચેરમેન અર્પણાબેન આચાર્યની અધ્‍યક્ષતામા કોલેજના ટ્રસ્‍ટીમંડળના પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ, કારોબારી અધ્‍યક્ષ ઓમદેવસિંહ જાડેજા,ઉપરાંત ચેરમેન ખુશ્‍બુબેન ભુવા, કંચનબેન શિંગાળા, ઉર્મીલાબેન પરમાર, સંગીતાબેન કુડલા,સોનલબેન ધડુક, અનિલભાઈ માધડ, આસિફભાઇ ઝકરીયા, જગદીશભાઈ રામાણી સહીત વિવિધ કમીટીઓના ચેરમેનનુ સત્‍કાર સન્‍માન કરાયુ હતુ,ઉપરાંત વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા કલેરીકલ સ્‍ટાફના રશ્‍મીબેન વૈદને સન્‍માનિત કરી કોલેજ વતી વિદાયમાન અપાયુ હતુ.કાર્યક્રમમાં કારોબારી અધ્‍યક્ષ ઓમદેવસિંહ જાડેજાએ મહીલા કોલેજમા અભ્‍યાસ કરતી દિકરીઓ ઉચ્‍ચ વિદ્યા પ્રાપ્ત કરી કોલેજનુ નામ રોશન કરે તેવુ વાતાવરણ કોલેજમા બની રહે તેવી લાગણી વ્‍યક્‍ત કરી કોલેજના અધતન નવા બિલ્‍ડીંગ માટે મેનેજમેન્‍ટ સતત પ્રયત્‍નશીલ હોવાનુ જણાવ્‍યુ હતુ.કોલેજ ના ચેરમેન અર્પણાબેન આચાર્યએ જણાવ્‍યુ કે કોલેજ ઉચ્‍ચ શિક્ષણ સાથે શહેર તાલુકાની બેનમુન મહાવિદ્યાલય બની રહે તેવી અમારી નેમ છે. પ્રિન્‍સિપાલ ડો.મિનાક્ષીબેન ભટ્ટે મેનેજમેન્‍ટ ને આવકારી કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃતિ અંગે માહીતી આપી મેનેજમેન્‍ટના સરાહનીય સહકાર બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.કોલેજની વિષેશ જાણકારી સાથે કાર્યક્રમનુ સંચાલન ડો.આશાબેન પંડયાએ કરી કાર્યક્રમને દિપાવ્‍યો હતો.

(10:02 am IST)