જુનાગઢ મહિલા કોંગ્રેસના પ્રમુખને ''આપ''ની ટોપી પહેરાવીને વાયરલ કરી દેતા દેકારો
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩૦: જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદા બેન કથીરીયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શારદાબેનને ઉભા રાખી હાથ ઊંચો કરીને તેમની બહેનપણીના નાતે રોકીને જયશ્રી ક્રિષ્ના કરેલ અને તે દરમિયાન હશી મજાકમાં શારદાબેન કાંઇ સમજે તે પહેલા તે આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરે હાથમાં રહેલ તેમના પક્ષની ટોપી પહેરાવીને ફોટો તસ્વીર લય લીધેલ અને ત્યારબાદ તે ફોટો તસ્વીર ને તે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ સોશીયલ મીડિયામાં વાઇરલ કરેલો જેનો ખુલાસો મીડિયા સમક્ષ શારદાબેન કથીરીયા એ કરેલ છે.
જણાવ્યું છે કે હું જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ છું. જેથી હું કોંગ્રેસ પક્ષની કાયમી ઋણી છું અમે ક્યારેય પક્ષ પલટો કરવાનો ઇરાદો કરેલ નથી અને કરીશ પણ નહીં હજી મારે કોંગ્રેસ પક્ષને ઘણુ ઋણ ચૂકવવાનું બાકી છે જેથી કોંગ્રેસમાં છું કોંગ્રેસ પક્ષમાં રહેવાની છું પક્ષ પલટા ની અફવા પાયાવિહોણી છે.