સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th June 2021

જુનાગઢની મહિલા સંસ્થાએ ૧ર૦ થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી

રૂની વાટો બનાવી રૂ. પ થી ૭ હજાર કમાય છેઃ ચામુંડા શકિત મહિલા ઔદ્યોગીક સહકરી મંડળી સાંઇપ્રકાશ ચેરી ટ્રસ્ટનો પ્રયાસ

વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : જુનાગઢની શ્રી ચામુડા શકિત મહિલા ઔદ્યોગીક સહકારી  મંડળીના પ્રમુખ અને કોર્પોરેટર આરતીબેન જોષીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં અનેક પરિવારોની સ્થિતિ દયનીય બની છે.

ત્યારે મહિલાઓને પગભર બનાવવા માટે સંસ્થા દ્વારા પ્રયાસ કરાયો છે જેમાં મહિલાઓને રૂની વાટો બનાવવાની ફ્રી તાલીમ આપવામાં આવે છે અને રૂ પણ ફ્રીમાં અપાય છે તેમજ મંડળીની શરતોને આધિન વાટો બનાવવાનું મશીન પણ અપાય છે.

વધુમાં જણાવેલ કે મહિલાઓ ઘરે બેસી રૂની વાટો બનાવી પરત કરે તેના પૈસા મળે છે અને હાલ સર્વ જ્ઞાતિની મળીને કુલ ૧ર૦ મહિલાઓ આ રૂની વાટો બનાવી દર મહિને પ હજારથી ૭ હજાર રૂપિયા કમાઇ શકે છે અમુક બહેનોને નરેન્દ્ર મોદી આત્મનિર્ભર યોજનાનો લાભ અપાવી કોકો બેન્કના ડોલરભાઇ કોટેચા દ્વારા લોન પણ અપાવી દેવામાં આવે છે.

જયારે જિલ્લામાં આવી મહિલાઓ માટે સાંઇ પ્રકાશ ચેરી ટેબલ ટ્રસ્ટ (સ્વ.પરેશભાઇ જોષી) દ્વારા આતમનિર્ભર બનાવાઇ છે. આકાર્યમાં હસુભાઇ જોષી (ક્રિષ્નાકાર્ડ વણઝારી ચોક ગેબનશાહ પીરની દરગાહ પાસે તેમજ દક્ષાબેન જોષી સહિતનાનો સહયોગ મળી રહ્યો હોવાનું આરતીબેન જોષીએ અંતમાં જણાવ્યું હતું.

(1:01 pm IST)