News of Tuesday, 30th June 2020
જૂનાગઢ શહેરમાં વધુ 3 નવા કોરોના પોઝીટીવ કેસ : એક જ દિવસમાં જિલ્લામાં 11 કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ : લોકોમાં ફફડાટ
કાળાપાનાની સીડી ,સુંદરવન સોસાયટી જોષીપરા અને શક્તિનગર-1 શાંતેશ્વર રોડ જોષીપરામાં નવા કેસ
જૂનાગઢ : જૂનાગઢમાં આજે મોડીસાંજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 38 વર્ષીય પુરૂષ( રહે, કાળા પાનાની સીડી ) 50 વર્ષના પુરૂષ ( રહે,બ્લોક નં. B 16 સુંદરવન સોસાયટી જોશિપરા ) અને 27 વર્ષના પુરૂષ ( રહે,બ્લોક નં. 16 શક્તિનગર 1 શાંતેશ્વર રોડ જોશિપરા) નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ ઉપરાંત
એક ૨૪ વર્ષ સ્ત્રી માણાવદર અને એક ૩૫ વર્ષ પુરુષ મેન્દપરા, ભેંસાણ પોઝિટિવ આવેલ છે આ સાથે આજના જૂનાગઢ જિલ્લાના ૧૧ પોઝિટિવ આવેલ છે.
(9:41 pm IST)