સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

કચ્છમાં સતત ૮ મે દિ' કોરોનાનો કહેર : આજે વધુ ૯ પોઝીટીવ કેસ : કુલ કેસની સંખ્યા વધીને 164 એ પહોંચી

ભુજ : કચ્છમાં સતત ૮ મે દિવસે પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે ફરી કચ્છનું તંત્ર યાદી તૈયાર કરવામાં મોડું પડ્યું છે. જોકે, રાજ્ય સરકારની યાદી અનુસાર આજે કચ્છમાં નવ કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા દિવસોથી કચ્છમાં કોરોનાનો કહેર વધ્યો છે, તેમ સ્થાનિક વહીવટી તંત્રનું સંકલન અટવાયું છે. કચ્છમાં કોરોનાના કુલ કેસમાં ઉછાળો આવ્યો છે કુલ સંખ્યા વધીને ૧૬૪ પર પહોંચી છે.

(8:20 pm IST)