સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા ૨૪ કલાકમાં 10 નવા પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 257 થઇ

૨ દર્દી બન્યા કોરોનામુક્ત: જિલ્લામાં હાલ ૨૫૭ કેસોની સામે ૭૯ દર્દીઓ સારવાર હેઠળ : કુલ 9669 કોરોના સેમ્પલની ચકાસણી કરાઈ

ભાવનગર:ભાવનગર જિલ્લામા આજરોજ ૧૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૫૭ થવા પામી છે. ભાવનગરના એશીયન પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા ૪૧ વર્ષીય અરવિંદભાઈ ઈટાલીયા, પટેલ પાર્ક-૧, કાળીયાબીડ ખાતે રહેતા ૪૨ વર્ષીય ગીતાબેન ઈટાલીયા, ક્રિષ્ના સોસાયટી, કાળીયાબીડ ખાતે રહેતા દંપતી ૫૨ વર્ષીય અલ્કાબેન શેઠ અને ૫૪ વર્ષીય ભુપતભાઈ શેઠ, કુંભારવાડા ખાતે રહેતા ૬૭ વર્ષીય ઈસાભાઈ મગરેબી, ભાવનગરમા નર્સિંગ હોસ્ટેલ ખાતે રહેતા ૨૩ વર્ષીય શિતલ સોલંકી, મહુવાના ભાદ્રા ખાતે રહેતા ૩૨ વર્ષીય રાજેશભાઈ સીસારા, શિહોરના એશીયન પાર્ક, કંસારા બજાર ખાતે રહેતા ૪૫ વર્ષીય જયેશભાઈ કંસારા, વલ્લભીપુરના ફુલવાડી ખાતે રહેતા ૭૦ વર્ષીય ચમનભાઈ દલવાડીયા અને બુધેલ ગામ ખાતે રહેતા ૪૬ વર્ષીય રમેશભાઈ મોરીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
            જ્યારે આજરોજ ૨ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨૦ જુનના રોજ બોટાદના મોતી વાડી ખાતે રહેતા ૬૮ વર્ષીય મંજુલાબેન ચુડાસમા અને તા.૨૦ જુનના રોજ સિહોરના વાલ્મિકીવાસ ખાતે રહેતા ૫૫ વર્ષીય દેવુબેન નૈયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ. છે
           ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ બન્ને દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ બન્ને દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
           આમ જિલ્લામા નોંધાયેલા ૨૫૭ કેસ પૈકી હાલ ૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. સરકારશ્રીની નવી માર્ગદર્શીકા પ્રમાણે જિલ્લામા ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે. જ્યારે ૩ દર્દીઓનુ કોરોનાની સાથે અન્ય બિમારીઓ હોવાના કારણે અવસાન થયેલ છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ ૯,૬૬૯ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે.

(7:11 pm IST)