સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જામનગરમાં ૭૮ વર્ષના શાંતાબેન ભોગાયતાનો કોરોનાએ ભોગ લીધો

કોરોનાની મહામારી સતત વધતા લોકોમાં ભારે ચિંતાઃ દરરોજ પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થતા તંત્ર દ્વારા મેડીકલ ચેકઅપ અને સર્વે

જામનગર, તા. ૩૦ :. કોરોના મહામારીનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થાય છે ત્યારે આજે જામનગરમાં કોરોનાએ ૭૮ વર્ષના મહિલાનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં આવેલ જી.જી. હોસ્પીટલ ખાતે શાંતાબેન રાજેશભાઈ ભોગાયતા (ઉ.વ. ૭૮)ને કોરોનાના લક્ષણો સાથે તા. ૧૬-૬ના રોજ હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેમની સારવાર શરૃ કરવામાં આવી હતી. સારવાર બાદ આજે બપોરે ૭૮ વર્ષના શાંતાબેન રાજેશભાઈ ભોગાયતા કોરોના સામે હારી ગયા હતા અને તેમનુ મોત થયુ હતું.

કોરોના પોઝીટીવ જામખંભાળીયાના આ દર્દીનું જામનગર ખાતે સારવાર દરમિયાન મોત થયાનું જાણવા મળ્યુ છે.

(4:09 pm IST)