સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જામનગરના જાળીયા દેવાણીમાં અડધી કલાકમાં ર ઇંચ કાલાવડ-૩, લોધીકા-પોણા બે, જામનગરમાં ૧ ઇંચ વરસાદ

સર્વત્ર વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી : વાવણી બાદ સારા વરસાદથી ખેડૂતો રાજી

જામનગરમાં ભારે ઉકળાટ બાદ ૧ ઇંચ વરસાદ : જામનગર : શહેરમાં આજે બપોરે ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદે મનમુકીને વરસવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી) (૯.૧૬)

રાજકોટ, તા. ૩૦ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે બપોરથી મેઘાવી માહોલ જામ્યો છે આવા વાતાવરણ વચ્ચે આજે બપોરના ૧ર થી ર દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાથી ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જામનગર

જામનગર : જામનગરમાં આજે સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોરના સમયે મેઘરાજા મહેરબાન થયા હતા.

બપોરના ૧ર થી ર દરમિયાન કાલાવડમાં ૩ ઇંચ, જામનગરમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે જોડિયા અને ધ્રોલમાં અડધો ઇંચ તથા લાલપુરમાં ઝાપટા પડયા હતા

ધ્રોલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વિજળીના કડાકા ભડાકા સાથે પડયો હતો.

જામનગરનાં જાળીયા દેવાણીયા અડધી કલાકમાં બે ઇંચ વરસાદ પડયો હતો.ઙ્ગ

કાલાવડ

કાલાવડઃ આજે બપોરે ૧૨ થી ૧ વાગ્યા સુધીમાં ૧  કલાકમાં કડાકા-ભડાકા સાથે ર(બે) ઇંચ વરસાદ પડયો હતો.

કાલાવડની ફુલકુ નદીમાં પુર આવેલ હતુ. ધમાકેદાર વરસાદથી ખેડુત વર્ગમાં આનંદ છવાયો હતો. કાલાવડની આજુ-બાજુના ગામોમાં પણ ૧ થી ૪ ઇંચ વરસાદ પડયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

ખંભાળીયા

ખંભાળીયાઃ ખંભાળીયામાં પણ ગાજવીજ સાથે મેઘરાજા તૂટે પડયા હતા અને ખંભાળીયામાં પોણો ઇંચ, તથા દ્વારકા અને ભાણવડમાં હળવા- ભારે ઝાપટા વરસ્યા હતા.

બામણસા ઘેડ પંથકમાં પણ આજે હળવો વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જિલ્લાના લોધીકામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ઉપલેટા, કોટડાસાંગાણી, ગોંડલ, પડધરી, રાજકોટ વિંછીયામાં ૧ર થી ર દરમિયાન ઝાપટા વરસ્યા હતા.

જયારે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ભચાઉ શિહોર, રાપર ભાવનગર, મેંદરડા, જુનાગઢ, કેશોદ, માણાવદર, કોડીનારમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

(3:56 pm IST)