સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જામ ખંભાળીયા મા નવા પરા શ્યામ પેલેસ ની અગાસી ઉપર વીજળી પડી : ઘરવખરીને ભારે નુકસાન

ખંભાળિયા: ખંભાળિયામાં બે સ્થળે વીજળી પડવાના બનાવ સામે આવ્યા છે. શહેરના બંગલાવાડી વિસ્તારમાં મકાન ઉપર વીજળી પડતા ઘરવખરી ને મોટું નુકસાન થવા પામ્યું છે. 

જ્યારે નગર નાકા પાસે શ્યામ પેલેસના બિલ્ડીંગ ઉપર વીજળી પડવાથી બિલ્ડિંગના કેટલાક ભાગ ને નુકસાન થવા પામ્યું છે. વીજળી પડવાના બનાવને પગલે લોકોમાં ભય નો માહોલ છવાયો છે.

(3:48 pm IST)