સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ કેસ ૮૩ :કુલ ૬ મૃત્યુ, ૩૪ ડિસ્ચાર્જ અને ૪૩ સારવાર હેઠળ

અમરેલી, તા: ૩૦ આજે તા. ૩૦ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૩ કેસ નોંધાયેલ છે. ખાંભાના રાણીંગપરાના ૪૯ વર્ષીય પુરુષ, સાવરકુંડલાના ૨૪ વર્ષીય યુવાન અને સાવરકુંડલાના વંડાના ૫૧ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દીઓ મોટાભાગે કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા છે. 

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૬ મૃત્યુ, ૩૪ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૪૩ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૮૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.

(2:09 pm IST)