સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જુનાગઢના કલેકટર ડો. સૌરભ પારઘી ટ્વીન્સના પિતા બન્યા

જુનાગઢ તા. ૩૦ : જુનાગઢ જિલ્લા સમાહર્તા ડો. સૌરભ પારઘીને ત્યાં શુક્રવારે તેમના ધર્મપત્નીએ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ટવીન્સને જન્મ આપ્યો હતો. જેમાં એક પુત્ર અને એક પુત્રી જન્મ લેતા પરિવારમાં ખુશી છવાઇ હતી. ગઇકાલે શ્રીમતિ પારઘીને હોસ્પિટલમાંથી રજા આપતા શ્રી સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે હું ખાનગી ડોકટરો દ્વારા ડિલીવરી કરવાની રીત અને સલાહ અંગે અમુક ખોટા સમાચાર પ્રસિધ્ધ થયેલ તે અંગે સ્પષ્ટતા કરવા માંગું છું. જોડીયા બાળકોની પ્રસુતિને જોખમી હોવાને કારણે તબીબબંધુ દ્વારા સર્વસંમતિથી અમને સલાહ આપવામાં આવી હતી અને અમે જન્મ માટે સિવિલ હોસ્પિટલ પસંદ કરી અને ખાનગી સ્ત્રી રોગના ચિકીત્સકો દ્વારા આપવામાં આવેલ ટેકો ખાસ કરીને ડો. પુનમબેન કોડિનારીયા, ડો. નૈનીશ ઝાલાવાડીયા (સિવિલ)માં અમારા માટે સલામત સુખદ અનુભવ માટે મહત્વપૂર્ણ હતા અને તમામ સંભાળ સહાયતા માટે બધા ડોકટરો પેરામેડીકલ સ્ટાફ સિવિલ હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.

ઉપરોકત તસ્વીરમાં ટવીન્સ બાળકો સાથે કલેકટરશ્રી સૌરભ પારઘી - શ્રીમતિ પારઘી અને ડોકટર અને હોસ્પિટલનો સ્ટાફ રજા આપવામાં આવી એ વેળાએ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(12:51 pm IST)