સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

જામનગર જિલ્લા પંચાયતના વધુ એક કલાર્કને કોરોના

જામનગર તા. ૩૦ : જામનગર અને જિલ્લામાં કોરોનાના કહેરથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લા પંચાયતના વધુ એક કલાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે.

જામનગર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના નાયબ ચીટનીશ બાદ વધુ એક સિનીયર કલાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ ૨૧૧ થયા છે.

જામનગરમાં કોરોના કેડો મુકતો નથી કાલે જામનગર શહેરમાં વધુ પાંચ અને જિલ્લામાં ત્રણ સહીત કુલ આઠ કેસ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કાલે જે આઠ કેસ પોઝિટિવ આવેલ છે જેમાં ધ્રોલના બે કેસ અને કાલાવડ નો એક કેસ મળી કુલ આઠ કેસ પોઝિટિવ આવેલ છે. જેમાં ૫૬ વર્ષીય પુરૂષ( રહે. કાલાવડ) ,૧૪ વર્ષીય કિશોર( રહે. ધ્રોલ) ૪૧ વર્ષીય પુરૂષ ( રહે. ધ્રોલ) ૨૬ વર્ષે યુવાન (રહે પવન ચક્કી જામનગર) ૭૪ વર્ષીય પુરુષ ( રહે. રણજીત નગર જામનગર) ૫૩ વર્ષે પુરૂષ ( રહે. ગુલાબ નગર જામનગર અને એક પુરૂષ ખંભાળિયા નાકા પાસે સોની વાડી ઉંમર આવી નથી તેમજ ૩૨ વર્ષીય યુવાન ( રહે. દિગ્વિજય પ્લોટ નંબર ૬૩ જામનગર) છે સત્તાવાર જાહેરાત હવે થશે.

જામનગરમાં કોરોનાના વધુ પાંચ કેસ અને જિલ્લાના ત્રણ સહીત કુલ આઠ કેસ નોંધાયાજામનગરમાં કોરોનાના વધુ પાંચ કેસ અને જિલ્લાના ત્રણ સહીત કુલ આઠ કેસ નોંધાયા.

(12:47 pm IST)