સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 30th June 2020

ખાવડા પોલીસ હુમલા પ્રકરણમાં ૮ ઝડપાયા- પોલીસનું મેગા કોમ્બિગ ઓપરેશન : ૧૫૦ ના ટોળા સામે ફરિયાદ, આઈજી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ તોલંબિયાએ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓની લીધી મુલાકાત

(ભુજ) ગઈકાલે ખાવડાના જુણા ગામે ખનીજ ચોરી પકડવા ગયેલી પોલીસ ઉપર બનેલા ચકચારી હુમલાના બનાવમાં પોલીસે ૧૫૦ થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ  કરી છે. પાંચ પોલીસ કર્મીઓને ઘાયલ કરનાર આ જીવલેણ હુમલા સંદર્ભે આઈપીસી ૩૦૭ સહિતની કલમો તળે ફરીયાદ કરાઈ છે. દરમ્યાન આજે 

પોલીસ દ્રારા ખાવડા, જુણા અને તેની આસપાસના વિસ્તારોમા મેગા કોમ્બીંગ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે અત્યાર સુધી ૮ લોકોની ધરપકડ કરી છે. રેન્જ આઇ.જી સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયાએ આજે સવારે ઇજાગ્રસ્ત પોલિસ કર્મીઓની મુલાકાત લીધી હતી. બન્ને ઉચ્ચ પોલીસ અધિકારીઓએખનીજ ચોરો સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તો, ધાયલ પોલિસ કર્મચારી ને બહાદુરી બદલ ૩૦૦૦ રૂપીયાનુ ઇનામ જાહેર કરાયું છે.

(12:45 pm IST)